કાફર
કાફર
આમંત્રણ વગરના આગમનને આવકાર આપે છે ઈશ્કનું આંગણ,
પત્ર વગરનો વાર્તાલાપ શીખવે છે પ્રેમનું પ્રાંગણ,
ઝાંખી ઝંખના જાગે છે ઝલક તારી જોવાની,
ક્યાંક સ્કૂલની ઘંટડી રણકે છે મને ભાસે તારા ઝાંઝર,
બે ચોટલામાં તેલ નાખીને ગુંથાયેલા તારા કેશ
ના હોત તો શાળામાં, હું હોત સતત ગેરહાજર,
હું છેલી બેન્ચ પર બેસીને સૌથી પહેલાં જવાબ દેનાર વિદ્યાર્થી,
જાણો તો સ્કોલર, પિછાણો તો શાયર,
પ્રેમમાં પડ્યા પહેલાથી તોતડું બોલે છે,
હું મહોબ્બત મેળવીને બન્યો થોડો કાફર.

