એક સમી સાંજે
એક સમી સાંજે
ધરતી ફાટે ને ઉગે બીજ બનાવે ધરતી લીલીછમ,
હૈયાની ધરતી પર તારા સ્મરણના બીજ ઉગે,
ને હૈયું બને લીલીછમ સમીસાંજે.
રાત પડેને શ્વેત વસ્ત્રોમાં સજ્જ થાય,
આ રાતરાણી રાતને મહેકાવે,
સાંજ પડેને હૈયે ઉગે તારી,
બેશુમાર યાદોમનને મહેકાવે.
રાત પડેને આ ચાંદો ઉગે
આભે જોઈ ચાંદને ચકોરીનું મો મલકાય,
રાત પડેને હૈયે ઉગે તારી યાદોનો ચાંદ,
હૈયે અનોખો ઉજાસ પ્રસરાવે.
મૌસમની જેમ તું પણ બેખબર છે
મારી બેશુમાર ચાહતથી,
બસ ઓળખી લે મારી ચાહતને
એક મુલાકાત આપી દે એક સમી સાંજે.
સાંજ ઢળેને આકાશમાં લાલિમા નિખરે,
મારા ચહેરા પર પણ અનોખી આભા પ્રસરે,
કાશ ! મને પણ મિલનની પળો મળે, એક સમી સાંજે.

