STORYMIRROR

Riyansh Parmar

Romance

3  

Riyansh Parmar

Romance

યાદ છે મને

યાદ છે મને

1 min
132

વર્ષાની એ સાંજે તું હતી મારી સાથે,

ઊંઘ ના આવી મને રાતે,

કે જાગ્યો હું તારી યાદે,

જે યાદ છે મને,


તારો ચાંદ જેવો ચહેરો અને,

મને જોઈ ને તારી આંખો નમે,

કહું હું કંઈ અને તારું આ મુખ મલકાતું,

જે યાદ છે મને,


નજરોથી તું કરતી ઈશારા અને હું હરખાતો,

કે થશે આપણો જિંદગીભરનો નાતો,

જે યાદ છે મને,


આમ ને આમ સમય ગયો ના કહેવાણી મનની વાતો,

જેનું દુઃખ લાગે છે મને,

આ કેવી કમાલ કરી મારા નાથે,

કે બનાવી તને મારા માટે,

પણ નોહતી તું મારા હાથે,

જે યાદ છે મને.


Rate this content
Log in

Similar gujarati poem from Romance