તારા વિના હું
તારા વિના હું
કેવી સુંદર છે
જીવનની આ પરિભાષા,
હું શબ્દ જેનો તું અર્થ,
તારા વગર હું થઈ જતી વ્યર્થ !
અડધી ચા, ને આપણા બંનેની વાતો,
શમી સાંજ જે, થોભી ગયેલી યાદો,
ક્યાંક તું ને, ક્યાંક હું..?
કેટલું મેળવ્યું ને, કેટલું ગુમાવ્યું..?
સવાલ ઘણા પણ જવાબ એક,
ફરી સવાર, ફરીએ ચાનો કપ
પણ હું લઈને બેઠી ભરેલો,
ને તારો અડધો ખાલી,
બસ, સમય જીવનની ગાડી છે,
મે ભરેલી ને, તે કરી ખાલી,
તો એ હું શબ્દ, ને તું અર્થ,
તારા વગર, હું થઈ જતી વ્યર્થ..... !

