STORYMIRROR

Parag Pandya

Romance

3  

Parag Pandya

Romance

પરિચિત અવાજ :

પરિચિત અવાજ :

1 min
111

વર્ષો પછી પરિચિત અવાજ કાને પડ્યો, પડઘો તો નહીં હોય ?

પગ તો શું શ્વાસ પણ થંભી ગયો ક્ષણભર સાંભળી રણકાર !


ફાડી નાંખ્યા'તા પાનાં જીવનની પુસ્તકના તમે અલવિદા થતાં,

એકાદ એવા 'ચેપ્ટર' માટે કંઈ આખું પુસ્તક થોડું ફાડી નંખાય ?


દરવખત લૂલા બહાનાઓ બતાવી છટકવું આદત સારી નથી,

કોકવાર તો હોડકાં મૂકો લહેરોના ભરોસે જુઓ દિશા કઈ લે ?


પ્રીતની માંડી હાટડીઓ બજારમાં ગણિકા બનાવી દીધી છે,

તરસ સૌને છીપાવવી છે પણ વફાદાર ક્યાં કોઈને થવું છે ?


મોતી વેરાણાં ચોકમાં, માળા તૂટી- નમવું તો પડે ભેગા કરવા,

બસ આથી વધુ હું શું કહું ? સંબંધનાં મોતી પડ્યાં વેરવિખેર !


તું લાગતી બેમિસાલ જ્યારે હતી મારી પણ થૈ બીજાની ને,

મને હવે ના રંજ એનો, કેમકે બેમિસાલ તો હતો ઈશ્ક મારો !


Rate this content
Log in

Similar gujarati poem from Romance