તારી આદત થઈ ગઈ
તારી આદત થઈ ગઈ
સૂરજની હરેક કિરણ જાણે ખુશીનો ખજાનો બની ગઈ,
જ્યારથી મને તારી આદત થઈ ગઈ,
હતી હું તો સાવ નાસ્તિક,
પણ મળ્યો તારો પ્રેમ ને હું આસ્તિક થઈ ગઈ,
ખુદાની બંદગી કરતી થઈ ગઈ,
જ્યારથી તારી આદત થઈ ગઈ,
હતું સાવ સાદગીભર્યું મારું જીવન,
પણ તારા હોઠથી મદિરા પીવાની મને આદત થઈ ગઈ,
જ્યારથી તું મારી આદત થઈ ગઈ,
નશો કરવાની મને કોઈ આદત નહોતી,
તારી આંખોના છલકાતા જામ પીવાની મને આદત થઈ ગઈ,
કોઈ અપેક્ષા કોઈ આશા કે કોઈ માંગણી નહોતી,
જોયો તને જ્યારથી તારા દીદારની મને ઝંખના થઈ ગઈ,
ઈશ્વરની પાસે કોઈ માંગણી કોઈ આરઝૂ નહોતી,
તને જોયા પછી તારા રોમેરોમમાં વસવાની
મને આરઝૂ થઈ ગઈ,
કોઈ ધન દોલત કોઈ હીરા મોતીની ખેવના નહોતી,
જ્યારથી જોઈ તારી એક ઝલક,
તને પામવાની હૃદયમાં ઝંખના થઈ ગઈ,
કોઈ માટે પ્રેમ નહોતો કે કોઈ માટે દિલમાં જગા નહોતી,
મળી જ્યારે તારી નશીલી નજર,
તને પામવા ખુદાની બંદગી થઈ ગઈ.

