સ્પર્શ
સ્પર્શ
જાણે અજાણે એક ગુનો કરી બેઠી છું,
જાણીને અજણાતા જ તને ચાહી બેઠી છું,
ઘાયલ થઇ તારી વાતોથી, કંઈક આ રીતે
તનથી નહીં તને મનથી સ્પર્શ કરી બેઠી છું,
અમાનત તું કોઈ બીજાની છે, જાણું છું હું,
તોય જીવન તુજ પર હારી બેઠી છું,
તારા સાત જન્મો કર્યા તે તારી વ્હાલીના નામે,
હું, નામે તારા તમામ જન્મો વારી બેઠી છું,
સજા જે હશે તારી હવે હરએક કબૂલ છે મને,
મારાં તમામ જખ્મનો મલમ તને માની બેઠી છું.

