જોઈ હતી
જોઈ હતી
મનના ઝરૂખેથી મે એને હસતી જોઈ હતી,
પાંપણના પડદે નટખટ થઈ રમતી જોઈ હતી,
રાત દિ મારા વિચારોમાં આવીને તડપાવતી,
એક છોકરી આસપાસ તરવરતી જોઈ હતી,
ખુદથી શરમાતી ને ખુદમાં ખોવાયેલી જાણે,
અરીસામાં નિહાળી ખુદને પ્રેમ કરતી જોઈ હતી,
કેમ કહું એને દિલની વાતો કશું ના સમજાતું,
ચાંદની રાતે ચાંદને જાણે કળતી જોઈ હતી,
કદી તો આવી ને મળશે છે ભરોસો એટલો મને,
મારી સામે જોયા પછી પાછી વળતી જોઈ હતી.

