STORYMIRROR

nidhi nihan

Romance Inspirational Others

4  

nidhi nihan

Romance Inspirational Others

પ્રેમ એટલે

પ્રેમ એટલે

1 min
685

હૈયે સ્થપાતી પાક પવિત્ર લાગણી એટલે પ્રેમ,

અસંખ્ય ભૂલો સંગ સાચી જોડણી એટલે પ્રેમ,


અમૂલ્ય ઝર ઝવેરાત ધન દૌલતના ગંજથી પર,

સ્વપ્ન આભલા ભાતે જડી ઓઢણી એટલે પ્રેમ,


જ્યાં હોય નહીં જગના જાત ધર્મે કોઈ વરતાર,

હો સમાન ભાવની લહેરાતી વાવણી એટલે પ્રેમ,


સુણી અલગારી અંતર નાદ વિસરાઈ મન:વાંક,

સુખ દુઃખની થતી હો સમન માપણી એટલે પ્રેમ,


ના ભવિષ્યની ચિંતા કે ના કોઈ ભૂતકાળની વાત,

સાંજ આજમાં કરતા જીવન ઉજાણી એટલે પ્રેમ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance