STORYMIRROR

Bharat Thacker

Abstract

4  

Bharat Thacker

Abstract

મેહુલિયાની માયા

મેહુલિયાની માયા

1 min
305

ધરતીનો તેના સાજન મેહુલિયા માટે, અંતરથી આકાશને પોકાર છે

વરસી જાય છે મેહુલિયો ને ધરતી સજે અવનવા શણગાર છે,


મેહુલિયાની શું વાત કરવી, એ તો સહુના મનની મુરાદ છે

મનગમતો મેહુલિયો તો સમગ્ર જીવસૃષ્ટિનું સૂત્રધાર છે,


મોરના થનગનાટ અને કોયલના કલરવમાં હોય છે મેહુલિયાને ઇજન

મન મૂકીને વરસે મેહુલિયો અને ચારે તરફ જયજયકાર છે,


‘તને ભીંજવે વરસાદ અને મને ભીંજવે તું’ તણો હોય છે ઉદગાર

પ્રેમી – પ્રેમિકા માટે મેહુલિયો ચાતક તણી પોકાર છે,


આકાશ તણી મીટ માંડીને બેઠા હોય છે જગતના તાત ખેડૂત

આવે મેહુલિયો ને જાણે પરવરદિગાર થયા સાક્ષાત્કાર છે,


મેહુલિયાની માયા સમગ્ર કવિગણ માટે હોય છે અલૌકિક

સ્ફુરી ને સ્પંદન પામે છે શબ્દો, જેમ મેઘધનુષ ગુલઝાર છે.


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

Similar gujarati poem from Abstract