ડોક્ટરની સાખ
ડોક્ટરની સાખ
દવાખાને તો કોઈને ન ગમે જાવું,
છતાંય કર્મયોગે પડે દાખલ થાવું,
તનમાં પીડા અને મનમાં ડર સતાવે,
ત્યાં જતાંવેંત સૌ સ્નેહથી બોલાવે,
ડોક્ટરની વાતોમાં જ દર્દ અર્ધું થૈ જાવે,
સુશ્રુષા કરવાને નર્સ હસતાં મુખે આવે,
ખરેખર ઈશનો અવતાર ત્યારે દેખાવે,
ડોક્ટર જ્યારે મૃત્યુના મુખથી બચાવે,
પણ આયુષ્ય હોય તો જ ઉપાય મળે,
કોઈ દર્દી ભાગ્ય યોગે મૃત્યુને પણ વરે,
ત્યારે મૃતકના સ્નેહીઓ ઉત્પાત મચાવે,
ડોક્ટરની સાખને બદનામીનો ટીકો લગાવે,
લાખે એક કોઈ ભ્રષ્ટાચારી મળી આવે,
જે રીતે એક ઇંગરીયું સો ને સળગાવે,
આપણે બધા ડોકટરને એક ત્રાજવે ન તોલીએ,
સમજી વિચારી બોલીએ દ્વાર બુદ્ધિના ખોલીએ.
