STORYMIRROR

Bhavna Patel

Abstract Children Stories

4  

Bhavna Patel

Abstract Children Stories

આભલે દોરી આકૃતિ

આભલે દોરી આકૃતિ

1 min
263

વૈશાખી વાયરાનાં થયાં વળામણાં,

ને,,જ્યેષ્ઠને નોતરાં દેવાણાં,

ભેળા એમાં મેઘરાજનાં પણ નામ લખાણાં,

જાણી એવું,

મારી કલ્પનામાં પ્રાણ પૂરાણાં,

એમાં મારી કવિતાનાં ઘાટ ઘડાણાં,


એ ..ઘાટે ..


આભલે મેં દોરી આકૃતિ,

એમાં, કોરી મેં મારી કલ્પનાની કૃતિ,


એમાં, એક હળ દોર્યો,

જોઈ એને,

હરખાતાં ખેડૂએ બળદ જોતર્યો,


એમાં,

મગફળી અને મકઈડોડો દોર્યા,

જોઈ એને,

 રેસિપીબેન રાઉન્ડમાં ઉતર્યા,


ટીપ ટીપ વરસતું વાદળ દોર્યું,

જોઈ એને,

દુકાનમાંથી છ‍ત્રીબેને ડોકીયું કર્યું,


એમાં, મેં રૂડો આંબલીયો દોર્યો,

કળા કરતો મોરલો ચીતર્યો,


જોઈ એને, નવોઢાએ પિયરીયાનો ડાળ હીંડોળો સમર્યો,

ભેળો, હૈડે એ ડાળે હીંચવાનો એણે કોડ સંચર્યો,

     

એમાં, મેં ખાબોચિયું દોર્યું,

જોઈ એને,

30-50 વર્ષની ઉંમરે મઢેલું, 25-30 વર્ષ પહેલાનું બાળપણ સળવળ્યું,


જાણે,

હાથમાં લઈ કાગળની હોડી,

હરખઘેલું થઈ આવ્યું દોડી,


આભલે મેં દોરી આકૃતિ,

એમાં, અતીત આજે ઉમટી આવ્યું,

અતીત ઉમટી આવ્યું !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract