STORYMIRROR

Bhavna Patel

Drama

3  

Bhavna Patel

Drama

સમય મારો સાધજે વ્હાલા

સમય મારો સાધજે વ્હાલા

1 min
192

પ્રભુજીનો પાડ તું માન,

દીધો તને માનવ દેહ.

માનવદેહ મળ્યો મોંઘેરો,

જોજે નવ એળે જાય.


સમય તારો જાય છે ફોગટ,

જરાં તું કરજે વિચાર..

મારું તારું મેલી પરા તું

ભજીલેને ભગવાન !

માનવ દેહ મળ્યો મોંઘેરો,

જોજે નવ એળે જાય.!


આજે ઘણાં છે કામ મને ને,

ભજીશ કાલે ભગવાન.

ટાણું અંતે આવી જશેને

પછી રે'શે અફસોસ....!

 માનવ દેહ મળ્યો.... 


રામ કહો ઘનશ્યામ કહો કે,

અંબે કહો જગદંબે...

 અંતે છે સઘળું એક જ

ભજીલે ને હરિનામ....!

માનવ દેહ મળ્યો...


અહિંનુ અહિયાં રહી જવાનું, 

કાંઈ ન જાય સંગાથ

હૈયામાં તું રાખીને હામ..

રટીલે રાધેશ્યામ...!

માનવ દેહ મળ્યો....


કરથી ભલે તું કામ જ કર,

ઉરમાં કંડારી ને રામ...

જીભલડી ને કામ જ શું છે

 ભલે રટે હરિનામ....!

માનવ દેહ મળ્યો....


પ્રભુજીનો પાડ તું માન,

દીધો તને માનવ દેહ..!

માનવ દેહ મળ્યો મોંઘેરો,

જોજે નવ એળે જાય..!


Rate this content
Log in

Similar gujarati poem from Drama