Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Patel

Classics Children

3  

Bhavna Patel

Classics Children

બાળપણમાં

બાળપણમાં

1 min
195


સમય તું જરાં થોભીજા

મને બાળપણમાં

એકવાર પાછું સરવું છે


સમયની સરીતાનાં

પાછા કિનારે વળીને

ફરી જવું છે

એકવાર બાળપણમાં 

પાછું સરવુ છે


પિતાની આંગળી પકડી 

ધીરે ડગલાં ભરતાં ચાલવું છે

ને એમનાં હાથને હિંડોળે

પાછુ ઝુલવું છે

ન ખાવાનાં નખરાં કરી

મીઠી વઢ ભેળો કોળિયો 

જનેતાને હાથે જમવું છે


દાદીમાની વારતા સાંભળતાં

 નેચાંદામામા - તારલાં જડેલું

આભલું નિહાળતાં

ફરીઘર અગાશીએ સુવું છે


દાદાજીનો ડંગોરો લઈ

ઘોડો ઘોડો રમવું છે

આંગળી પકડીને એમની

મંદિરે પણ જવું છે


ભાઈબેન સાથે ફરીથી રમવુંછે

ને વગર વાતનું ઝઘડવું છે

વળી ચોકલેટ બિસ્કીટના ભાગલામાંથી

એને દઈને પછી જ ખાવું છે


ભેરું સાથે સાઈકલ લઈને

ગામ આખામાં ભમવું છે

સતોડીયું ને સંતાકૂકડી 

મનમૂકીને રમવું છે

ઝાડમાથે ચડી જઈ ને

ડાળીએ ડાળીએ લટકવું છે


જઈ નિશાળે ફરી પાછું

દફ્તરને ફંફોળવું છે

રજાનાં દિવસોને આંગળીએ 

ગણતાં મનમાં મલકાવું છે

વેકેશન પડે એટલે

મામાનાં ઘરે દોટમૂકી જવું છે

પાન પીપર આઈસ્ક્રીમ સઘળું મમ્મીથી સંતાડી

મામા પાસેથી ખાવું છે


સમય તું જરા થોભીજા

મને બાળપણમાં

એકવાર પાછું સરવું છે

જવાબદારી ને સમજદારી

વળીઆ ઉંમરને પડતી મેલી

બીંદાસ બાળપણમાં રોલવું છે


સમય તુંજરાથોભીજા

મને બાળપણમાં પાછું સરવું છે

એને મનમૂકીને માણવું છે

મન મૂકીને માણવું છે


Rate this content
Log in

Similar gujarati poem from Classics