STORYMIRROR

Bhavna Patel

Children Stories

4  

Bhavna Patel

Children Stories

વરસાદનો અટકચાળો

વરસાદનો અટકચાળો

1 min
235

સાંભળ્યું હતુ એવું,

શ્રાવણ મહિનામાં તો વરસે મેહુલો મનમૂકીને મુશળધાર,

પરંતુ,.... એ અટકચાળો થઈ ગયો છે,

એવો, અવળીતરાં માનવી જેવો ધરાર‌.


ઘડીકમાં આવે છે,

મસમોટા વાદળ કાળા ભમ્મર લઈને,

પાછો વરસવા મંડે એવું જાણે મોટુ ઝાપટું થઈને.

આજે વરસાદ વરસશે ધોધમાર થઈને,

એવી લોકવાયકે થતી વાતું એને જોઈને.


 વરસાદ પણ માણસને ચીડવે છે,

આજે અળવીતરો થઈને,

સુકેલાં કપડાંને ભીંજાતાં બચાવવાં,

 ઘરેઘરમાં એવી દોડાદોડી થઈ ગઈને.


વગર વરસીયે જ દોડી ગયો એતો,

વાદળાંથી વેગળો થઈને,

માણસ બોલ્યો બબડાટ કરતો, એને જોઈને.


આ વરસાદ ને પણ શું કહેવું ! 

એને નથી જ વરસવું,

તો કરી ઘોર અંધાર,

એવાં નાટક કરે છે શું કામ,

વરસવાનાં જાણે ધોધમાર.


મનમાં મલકાતો મેહુલો બોલ્યો !

 તું જે નાટક રોજ કરે છે ને માનવ!

કહેતો કાંક ને કરતો કાંક.

બસ એવું જ...


મને પણ થયું, લાવને આજે હું પણ,

કરી થોડોક ડોળ, નાટક કરી જોઉં,

કરવાનો જાણે જળબંબોળ.


ધીરજ તારામાં કેટલી છે ?

આજે હું પણ એ જોઉં,

હું પણ જોઉ.


Rate this content
Log in