પૃથ્વીની સુરક્ષા
પૃથ્વીની સુરક્ષા
જીવનશૈલી ઉચ્ચતમ કરવા જાતથી ગીરતો માનવ,
ઝાકળ કેરાં પાકને લણવા આતમ ધીરતો માનવ,
ક્રૂર થઈ પશુઓના ગળે આરી ફેરવતો માનવ,
વૈજ્ઞાનિક થઈ આસમાનના પડળો ચીરતો માનવ,
પડ્યું ગાબડું ઓઝોનમાં પણ હજુ ના ડરતો માનવ,
ઉષ્ણ થઈ પૃથ્વી જ્યારે તો ચિંતિત ફરતો માનવ,
ડહાપણ સૂજ્યું રાંડ્યા પછીનું વિચાર કરતો માનવ,
પૃથ્વી તણી સુરક્ષા માટે પગલાં ભરતો માનવ,
પર્યાવરણને શુદ્ધ રાખવા કોશિશ કરતો માનવ,
પૃથ્વીની પીડા જાણીને હવે પિગળતો માનવ.