પામે
પામે
રોજે-રોજે નવા નવા અરમાનોનો સૂર્ય ઉદય પામે,
અરે ! હર-રોજ કેટકેટલીય અપેક્ષાઓ અસ્ત પામે,
પર્ણેથી દુનિયામાં ખીલવું-ખરવાની પ્રક્રિયા થતી રહે,
થડ મજબૂત, અડગ અને સ્થિરતાથી વૃદ્ધિ થવા પામે,
ભરતી-ઓટની સંતાકુકડીની રમત દિન-રાત રમાતી રહે,
જીવનનાં ઝરણાંઓ વહેતી નદી સાથે અંતે સાગરને પામે,
ધૂપ-છાંવ જીવનની ઘટમાળમાં સતત દોડતી રહે,
"નાના" જીવનની મોસમમાં માણસ ગંભીર થવા પામે.
