STORYMIRROR

Seema Pandya

Abstract

4  

Seema Pandya

Abstract

પિતા ઈશ્વરનું વરદાન

પિતા ઈશ્વરનું વરદાન

1 min
254


પિતા ઘરનો મોભ, ઘરનું માન છે;

પિતા ઘરની શાન, ઘરનું સન્માન છે,


પિતા પરિવારની હિંમત, પહેચાન છે;

પિતા મારો વિશ્વાસ, મારી જાન છે,


બાલ્યાવસ્થાથી એકલ પંડે ઉછેરી છે;

બીજને પોષી, ફળીફૂત કરી, નવપલ્લિત કરી છે,


પિતા મારી વાત સમજી, સમજાવે છે;

પિતા મારા એક સાચા મિત્ર છે,


પિતા હર મુશ્કેલીમાં, મારી હિંમત છે;

પડખે હિમાલય બની, આંધી રોકે છે,


પિતા પોતાના દર્દ, દિલમાં છૂપાવે છે;

ચહેરા પર સ્મિત લાવી, મને ખુશી આપે છે,


પિતા એ ધરતી પર, ઈશ્વરે અર્પેલું વરદાન છે;

પિતાનું માન-સન્માન, ઈશ્વરની પૂજા છે,


Rate this content
Log in

Similar gujarati poem from Abstract