વિરહ ચીંધે મારગ સત્યનો
વિરહ ચીંધે મારગ સત્યનો
વેદના આ વિરહ તણી પણ, મારગ ચીંધે સાચો મને
વિરહ બાદ જ પ્રભુ સમપર્ણનો, માર્ગ લાગે હવે સાચો મને,
પ્રેમનાં એક બુંદ માટે તડપતાં રહ્યાં સદા જૂવો આ માનવી,
હૃદય ભીતરે સાગર પ્રેમનો, વહેતો રહ્યો એ ન સમજાયું મને,
વિરહ બાદ જ પ્રભુ સમપર્ણનો, માર્ગ લાગે હવે સાચો મને
લાખ કરો વહાલ જગતમાં, તોય શું છોડી શકે છે જગતમાં,
બસ એક જ નિસ્વાર્થ પ્રેમનો, આ મારગ લાગે છે સાચો મને
વિરહ બાદ જ પ્રભુ સમપર્ણનો, માર્ગ લાગે હવે સાચો મને,
માર્ગ ચિંધતો સદા મૌન રહી, ભીતરથી એના ઉપકાર અનેક
છતાંય માનવ તો સ્વાર્થી, ભૂલનાર હોય એ સમજાયું મને,
વિરહ બાદ જ પ્રભુ સમપર્ણનો, માર્ગ લાગે હવે સાચો મને,
ભીતર છલકે પ્રેમધારા અપાર તોય, માનવ શોધે બહાર
ઝલક મળી વિરહ વેદના બાદ, તો સત્ય હવે સમજાયું મને,
વિરહ બાદ જ પ્રભુ સમપર્ણનો, માર્ગ લાગે હવે સાચો મને,
'રાજ' માનું ઉપકાર ઘણો એનો, જેણે મારગ પકડાવ્યો સાચો મને
બસ હવે તો નીરખું જે તરફ, હૃદયે આનંદ છલકતો લાગે મને.