Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Minaxi Rathod "ઝીલ"

Abstract Inspirational

4  

Minaxi Rathod "ઝીલ"

Abstract Inspirational

ખૂલતાં નથી

ખૂલતાં નથી

1 min
166


બંધાયા બંધને એ સહેલાઈથી છૂટતાં નથી,

હોય કાચી દોરી સમાં તો પણ તૂટતાં નથી !


સંબંધોમાં હોય નમવાનું, ગમવાનું, સમજવાનું,

અપેક્ષાઓમાં ઉણા ઉતર્યા તો ભૂલતાં નથી !


જિંદગી છે એક સંઘર્ષ અને એક અનુભવ,

પડે ક્યાંક ભૂલ તો ફરી એકડો ઘૂંટતાં નથી !


ખુદ્દારીથી ઘણાય ગમાં-અણગમાંઓ સહ્યાં,

હોય જિંદાદિલ એ કોઈ દિવસ ઝૂકતાં નથી !


ખૂલ્લી હોય પાંખોને સામે ખૂલ્લું આસમાન,

'ઝીલ' સોનાના પિંજરા હવે ખૂલતાં નથી !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract