થઈ ગયા છે
થઈ ગયા છે
મંઝિલ વગરનાં, માર્ગ થઈ ગયા છે,
મુસાફર વગરનાં, રસ્તાં થઈ ગયા છે !
ફૂલોને જોઈને, લાગે છે એમ, કે,
ભ્રમર વગરનાં, બાગ બગીચા થઈ ગયા છે !
અસફળ થનારાં, કે વિજયશ્રીને વરનારા,
સફળતાને આંકડામાં, તોલતાં થઈ ગયા છે !
ન ગુસ્સો, પ્રેમ, નફરત કે, માણસાઈ,
સ્વભાવ માણસનાં, પથ્થર થઈ ગયા છે !
આંખોની ભાષા, હૃદયથી વાંચનારાં,
બુઠ્ઠી લાગણીઓનાં, રણી ધણી થઈ ગયા છે !
ન લાગણી, ન 'ચાહત' કે દિલની ઊર્મીઓ,
શબ્દો કલમનાં, પુસ્તક થઈ ગયા છે !
