Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hiren Maheta

Abstract Fantasy Inspirational

4  

Hiren Maheta

Abstract Fantasy Inspirational

ગૌરવના સંકેત

ગૌરવના સંકેત

1 min
216


આંગણ, ઉંબર, વાડો શોભે, શોભે ગરવા હેત,

ઘરનો ઝૂલો ઠેક ભરીને કાનોમાં કહી દેત,

આ તો ગૌરવના સંકેત…


ગાર-પથ્થરની ભીંતોમાં ધરબાયેલો ટહુકો,

ઘરના મોભે નળિયા સાથે અથડાયેલો લહેકો,

આજે પણ એ ખટકણ ઘરનું ખમ્મા ખમ્મા કહેત,

આ તો ગૌરવના સંકેત...


સૂપડાં, સૂંડલા ખાલી ભીંતે ઘરની વાતો કહેતા,

ઘંટીના બે પડખા વચ્ચે ખેતર સંઘરી રહેતા, 

ખાંડણીયામાં સાંબેલું તો ચાલત અધ્ધર વેંત,

આ તો ગૌરવના સંકેત…


દાદર સાથે ઘરનો મેળો આજેય ઉતરી જાતો,

પાણીયારા પથ્થર ઉપર આનંદ ઉભરી જાતો, 

ટમટમ થાતો ગોખનો દીવો ઓવારણાં લઈ લેત,

આ તો ગૌરવના સંકેત.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract