STORYMIRROR

Prakruti Shah 'Preet'

Abstract Others Children

4  

Prakruti Shah 'Preet'

Abstract Others Children

બાળપણ ને ઘડપણ

બાળપણ ને ઘડપણ

1 min
184

બાળપણનો સહારો ઠેલણગાડી,

વૃધ્ધાવસ્થાએ ટેકણલાકડી,


બાળપણ વીત્યું માવતર છાંયે,

ઘડપણ છે સંતાનોની ઝાંયે,


બાળપણની એ પા પા પગલી,

વાર્ધક્યે બને ડગમગતાં ડગલાં,


બાળપણની જિદે સૌને નચાવતાં,

વૃધ્ધત્વને આંગણે પરવશતા,


બાળપણમાં છે નિર્દોષતા,

પાકટવયે છે પરિપક્વતા,


બાળપણ હોય કે ઘડપણ,

ઝંખે પ્રીતનું આગવું સગપણ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract