STORYMIRROR

Bindya Jani

Abstract Drama Inspirational

4  

Bindya Jani

Abstract Drama Inspirational

"શકાય નહીં"

"શકાય નહીં"

1 min
175

દરિયાની ઊંડાઈ માપી શકાય નહીં 

પ્રેમની ગહનતા માપી શકાય નહીં,


ભરતી - ઓટ આવતી રહે દરિયામાં, 

ઉછળતાં મોજાને રોકી શકાય નહીં,


સંવેદનાઓ વહેતી રહે છે હૈયામાં

ઉછળતી લાગણીને રોકી શકાય નહીં,


હલેસાં વિના નાવ હંકારાય નહીં

કિનારે બેસીને તરી શકાય નહીં,


અહેસાસ વિના પ્રેમ કહેવાય નહીં 

પ્રેમ વિના જિંદગી જીવી શકાય નહીં.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract