ઋણાનુબંધ
ઋણાનુબંધ
હે પ્રભુજી ! વિનવું તમને, અરજી મારી સ્વીકારજો,
સંસારરૂપી સાગરમાંથી, અમને પાર ઉતારજો,
પાપ - પુણ્યનાં આ ત્રાજવાએ, અમે તો બસ તોળાઈ રહ્યાં,
કળિયુગના આ વિષપ્રવાહમાંથી, અમને સદમાર્ગે વાળજો,
પૂર્વજન્મના પુણ્ય પ્રતાપે, મનુષ્ય દેહે અમે અવતર્યા,
અમે છીએ તમારાં ઋણાનુબંધ, અમને ભક્તિમાર્ગ બતાવજો,
દિવસો દુઃખ ના આવે ત્યારે, નિઃશંક પ્રભુ તમે સાંભળતા,
પણ સુખનાં સોનેરી દિવસે, તમારા દર્શન કરાવજો,
અમે અબૂધ, નથી સૂઝ - બૂઝ, બસ મોહ - માયામાં જકડાઈ રહ્યાં,
તમારી જ્ઞાનજ્યોતનાં પ્રકાશપુંજથી, દિવ્યમાર્ગ બતાવજો,
કૃપા તમારી સદૈવ વરસે, માંગી રહી છે એવું "સ્વસા",
અજ્ઞાનતાથી ભરેલાં આ મગજને, સત્કર્મો તમે શીખવાડજો,
જીવન - મૃત્યુની આ યાત્રાથી,અમે તો સહુ હવે થાક્યાં,
ચોર્યાસીનાં આ ચક્રવ્યૂહમાંથી, મોક્ષ અમને અપાવજો.
#TravelDiaries
