STORYMIRROR

Neha Desai

Abstract

4  

Neha Desai

Abstract

એવું નથી કે

એવું નથી કે

1 min
209

દિલ છે ઉઘાડું ને હજારો લાગણીઓ આવ્યાં કરે,

એવું નથી કે ખુલ્લું છે બારણું ને બધાં આવ જા કર્યાં  કરે,


આંસુઓ અવિરત વહે ને લાગણી ઠોકર ખાધાં કરે

એવું નથી કે દિલ પથ્થર રસ્તાનો થઈ અથડાયા કરે,


અંધારી અમાસની રાતમાં પડછાયાં ઓગળ્યાં કરે

એવું નથી કે ભયની ભૂતાવળ ફરીને ડરાવ્યાં કરે,


બે પળની જિંદગીમાં સ્વભાવ હંમેશા બદલાયાં કરે

એવું નથી કે માણસ કાચીંડો થઈ રંગ બદલ્યાં કરે,


જિંદગીમાં હંમેશા અનેક અરમાનો રહ્યાં કરે

એવું નથી કે 'ચાહત' કાયમ  

અધૂરી રહી દિલ દુભાવ્યા કરે !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract