STORYMIRROR

Neha Desai

Abstract

4  

Neha Desai

Abstract

હશે

હશે

1 min
245

કોઈને શું ખબર કોણે શું ખોયું હશે..?

વાંસળી સાંભળીને કોઈ રોયું હશે !


મળે છે ઋણાનુબંધથી સંબંધો જીવનમાં,

ઈર્ષા ‘ને અહમથી કેટકેટલું ખોયું હશે..?


પૂછી લો પોતાનાં દિલને ઝંઝોળીને જરા,

રાતભર એ કોઈકનાં માટે રોયું હશે !


જિંદગી એક ગીત છે ગાવું પડશે એને,

સુરીલું કે બેસૂરું એ નક્કી ક્યાંક તો થયું હશે !


જીવી લો 'ચાહત'થી, કરી ગમતાંનો ગુલાલ,

કોને ખબર, અંતિમ ચરણ કોનું કેવું કેવું હશે…?


विषय का मूल्यांकन करें
लॉग इन

Similar gujarati poem from Abstract