STORYMIRROR

Neha Desai

Abstract

4  

Neha Desai

Abstract

તો કહેવાય નહીં

તો કહેવાય નહીં

1 min
251

દિલ અચાનક તૂટી જાય તો કહેવાય નહીં,

આંસુ આંખેથી કોરું વહી જાય તો કહેવાય નહીં,


ચરણ ચાલ્યાં દશે દિશાઓમાં અનેક કેડીએ

મંઝિલ ખુદ ભૂલી પડી જાય તો કહેવાય નહીં,


ગેરસમજથી ગુંચવાય જાય છે અમુક સંબંધો

સમજણની નાજુક દોર ગંઠાઈ જાય તો કહેવાય નહીં,


મૃગજળથી કાયમ તરસ છીપાવતાં છિપાવતાં

પાણીની કિંમત ભૂલાઈ જાય તો કહેવાય નહીં,


આળસ ‘ને પ્રમાદથી બગડે છે આરોગ્ય

મહેનતનાં રોટલાનો સ્વાદ ભૂલાઈ જાય તો કહેવાય નહીં,


લાગણીપ્રધાન દિલ સ્વભાવ છે માનવનો 

માનસિક તણાવમાં 'ચાહત' ભૂલાઈ જાય તો કહેવાય નહીં !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract