નહીં રે બોલવું
નહીં રે બોલવું
નહીં નહીં રે બોલાવું યશોદા તારા કા'નને રે,
મટકી ફોડી મારી મહિની રે..
નહીં નહીં રે બોલાવું યશોદા તારા કા'નને રે,
તારો કા'નો ચોર ટોળકીનો સરદાર રે,
લૂંટે મહિને મોહે મારા મન રે,
નહીં નહીં રે બોલાવું યશોદા તારા કા'નને રે,
નટખટ તોફાની તારો લાલ રે,
માંગે રોજ સવારે દાણ રે,
નહીં નહીં રે બોલાવું યશોદા તારા કા'નને રે,
હું રૂપાળી ઝાલે મારી ઓઢણી રે,
બોલાવી હેતથી રંગે અંગે અંગ રે,
નહીં નહીં રે બોલાવું યશોદા તારા કા'નને રે,
એની મોરલી નઠારી, મોહે મન રે,
ભૂલાવે સઘળા કામ રે,
નહીં નહીં રે બોલાવું યશોદા તારા કા'નને રે,
કામણગારી એની મોરપીંછ રે,
એની આંખોમાં ખોવાણી સૂધબૂધ રે,
નહીં નહીં રે બોલાવું યશોદા તારા કા'નને રે,
નહીં નહીં રે બોલાવું યશોદા તારા કા'નને રે.