બંધન
બંધન
તારું મારુ અતૂટ બંધન,
એ છે કોઈ ઋણાનુબંધ,
ઋણથી સર્જાયું સ્નેહબંધન,
આપણું થયું જન્મોનું બંધન,
મનમેળ થયો વિચારોનું બંધન,
લખતાં થયું શબ્દોનું બંધન,
વાંચતા થયું અક્ષરોનું બંધન,
પુસ્તક આત્મીયતાનું બંધન,
કલમ અને કાગળનું બંધન,
લેખક અને વાચકનું સેતુ બંધન,
નજર અને લખાણનું બંધન,
હાસ્ય અને આંસુનું બંધન,
દિલ અને દિમાગનું બંધન.
સાથી તારું મારુ બંધન,
રૂડું રૂપાળું અદભુત બંધન,
દિલની સાથે દિલનું બંધન,
બે આત્માઓનું મિલન બંધન.
