લાગણીનો સાદ - વરસાદ
લાગણીનો સાદ - વરસાદ
ધરતીની તડપ, ધરતીની વિહવળતા અને ધરતીની પોકાર હોય છે
આવે છે સાજનરૂપી વરસાદ અને ધરતી સદાબહાર હોય છે,
વરસાદ પોતે છે એક મસ્ત મઝાનું ઓરકેસ્ટ્રા
ધ્યાનથી સાંભળશો, વરસાદ અવનવા સૂરોની સિતાર હોય છે,
વરસાદ ને પોતોના છે અલગ અલગ રૂપ અને સ્વરૂપ
વરસાદના સ્વરૂપ પર, વરસાદના નામનો આધાર હોય છે,
વરસાદ સાથે સંકળાયેલ હોય છે, મસ્ત બચપનની યાદો
વરસાદના વહેણમાં, તરતા મૂકેલા વહાણોનો દીદાર હોય છે,
વરસાદમાં હોય છે મસ્ત મોસમનો જબરદસ્ત મુકામ
વરસાદમાં જ રંગીન મેઘધનુષ્યનો સમાયો અવતાર હોય છે,
દરેકને હોય છે પોતપોતાના આગવા વરસાદનો અહેસાસ
આપણી લાગણીઓ, આપણા વરસાદની સુત્રધાર હોય છે
વરસાદમાં હોય કવિતા કે હોય કવિતામાં વરસાદ
બંનેમાં લાગણીઓનો વરસાદ ધોધમાર હોય છે.
