Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mrugtrushna Tarang

Abstract Inspirational

4  

Mrugtrushna Tarang

Abstract Inspirational

મોકલું છું

મોકલું છું

1 min
266


વાળવા ચાહે જો નવોસવો અશ્રુ કેરો વરસાદ અનરાધાર,

એ વળતરનો જૂનો હિસાબી તાર મોકલું છું...


ખટકે નહીં કદીયે જીવનમાં તને ઓ મારાં હૃદયની ધાર,

'મુજ વીતી તુજ ન વીતે કદી' કુદરતનો એ સાર મોકલું છું..


વરસતી દરેક વાદલડી ન કરે આંખ્યું તારી ભીની મુજને કરીને યાદ,

ટપકતી એ દરેક વ્હાલ કેરી કિનાર મોકલું છું...


કંટક ચૂંટી પંખુડી ગુલાબની જ્યાં ત્યાં છે પાથરી તુજ મારગે,

રક્તધારથી ન ખરડાયેલ એ અણસાર મોકલું છું...


ન છેતરીશ મને સમજી અબૂધ કે મૂરખ, છું માઁ તારી, સરખામણી ન કર કોઈથી,

પછડાટ ન ખાઉં તું ક્યહીં, એવી જાજમનો આધાર મોકલું છું...


તોળી તોળીને બોલવું નથી શોભતું તને ઓ હૃદયેશ્વરી પ્રિયે,

સંબંધ માઁ દીકરીનો હૈયેથી સમજી વર્તે, એવો સ્નેહ અનરાધાર મોકલું છું.


છતાંયે જો ન પારખી જાણી તેં આજન્મે મને, કમનસીબી તારે તને,

ઋણ અદા કર્યું મેં તવ પિતાનું, રહે તું સલામત સદાયે, એ આશિષ અપાર મોકલું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract