બાળપણ મારું
બાળપણ મારું
હું તો બાળપણ મારું શોધું,
એને શોધવા અહીં તહીં દોડું,
હું તો આંબલી પીપળીના ઝાડે શોધું,
એને શોધવા ઝાડ પર ચડું,
હું તો મેદાનમાં રમતું - ભમતું શોધું,
એને શોધવા આમતેમ ભટકું,
હું તો પેલા બાગમાં હિંચકે શોધું,
એને શોધવા પતંગિયા પાછળ દોડું,
હું તો નિશાળનાં પ્રાંગણમાં શોધું,
એનાં નાના- નાના પગલાં શોધું,
હું તો શોધી શોધીને થાકું,
તોય મળે નહીં બાળપણ મારું !
