STORYMIRROR

Prakruti Shah 'Preet'

Abstract Tragedy Others

4  

Prakruti Shah 'Preet'

Abstract Tragedy Others

હું કોણ ?

હું કોણ ?

1 min
314

નિહાળ્યું ખુદનું પ્રતિબિંબ આયને,

આયનો પૂછે કે "તું કોણ ?"

મલકાતાં ચહેરે કહ્યું નામ મારું,

વ્યંગ કરતો બોલ્યો એ, 

આ તો થઈ તારી ઓળખાણ,

પણ વાસ્તવમાં "તું કોણ ?"


વિચારોનાં ગોથે ચડ્યું મનડું,

ખુદને જ પૂછી બેઠી, "હું કોણ ?"

જન્મી દીકરી રૂપે આ ધરાએ,

આજ બની એક સંતાનની માતા,

યૌવન ઉંબરે પહોંચતા, માવતરે

પ્રીતનાં પાલવે વળાવી સાસરે,


ગૃહપ્રવેશે બની સાસરવાસી, 

જવાબદારીની વ્યસ્તતામાં અટવાઈ,

દરજ્જો મળ્યો ગૃહિણી કેરો, 

છૂટયો માવતર આંગણનો ફેરો,

સાસુ-સસરાની વહુ બની વહાલી,

નણંદ-દિયરની લાડકી ભાભી,


સગા-સંબંધીઓની થઈ મોહમાયા,

સોનેરી સોણલાંએ પતિની ભાર્યા,

એક જ દિવસમાં બદલાતાં વિવિધ રોલ,

જરૂર પ્રમાણે સૌનાં વાગતાં ઢોલ, 


ઓફિસમાં ગળાકાપ હરીફાઈ,

મહિલા હોવાની જાણે નબળાઈ,

કામકાજનું ભારણ સૌને સરખું,

પ્રમોશનની વાતે પુરુષોનું ભારે પલ્લું,

કૌશલ્ય ને આવડતની થાય અવગણના,

નારી હોવાની થાય અસહ્ય વેદના,


આપે ખિતાબ સૌ ઘરની રાણી,

વર્તે જાણે વગર પગારની નોકરાણી,

ઘરની વાતો માટે પારકી જણી, 

પિયરિયાંની હું પારકી થાપણ,

નથી હક મને સ્વતંત્ર અભિવ્યક્તિનો,

ઊઠ્યો પ્રશ્ન મારા અસ્તિત્વનો,


વિચાર વમળે રહેતી અટવાતી, 

ક્યાં વર્ણવું મારી આપવીતી,

રહ્યો અનુત્તર આ પ્રશ્ન મારો,

આખરે "હું કોણ ?"


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract