Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nayana Charaniya

Abstract Tragedy Inspirational

4  

Nayana Charaniya

Abstract Tragedy Inspirational

મારી ઓળખ

મારી ઓળખ

1 min
260

મારી ઓળખ હું શું આપુ ? 

મારી ઓળખ તમે પણ કેમ આપી શકો ! ?

મારા માટે કહેવતો અનેક ! 

ક્યાંક બોલે એના બોર વેંચાય તો ક્યાંક ન બોલવાના નવ ગુણ ! 

આગ વિના જ લોકોને બાળી હું નાખું ! 

તો વળી ચંદન જેવી શીતળતા પણ અર્પું ! 

ના દેહ સુંદર જોઈ ના કુળ જોઈએ કોઈને ઓળખવા માત્ર વાણી જોઈએ ! 

કોયલ ને કાગડાનો રંગ સમાન 

પણ વાણી ક્યાં એક સમાન ! 

ઊંડે સુધી લોહી પણ ન નીકળે એવા ઘા આપી જાઉં 

તોય વર્ષો સુધી અંદર સમાઈ હું જાઉં ! 

મૃત્યુ બાદ પણ ઓળખ ઊભી કરનાર હું ! 

જીવતે જીવ માન આપનાર અને ગુમાવનાર પણ હું જ ! 

એતો જે સમય, સ્થળ અને સંજોગોને આધીન રહીને ઉપયોગ કરે વિચારી ત્યાં જઈ હું રાણી થઈ સમાણી ! 

Rate this content
Log in

Similar gujarati poem from Abstract