કોરોના કાળ
કોરોના કાળ
કોરોના થયો, પણ હું બચી ગયો અને આપતો ગયો આત્મજ્ઞાન
મોત ગમે ત્યારે આવી શકે, આપણે બધા છીએ દુનિયામાં મહેમાન,
ગમે તેમ કરીને આટઆટલી સંપતિઓ કરી હતી ભેગી ભોગવવા માટે
કોરોના એક ઝાટકે ખ્યાલ આવી ગયો, આપણે તો છીએ માત્ર દરવાન,
કરેલા કર્મો નાચવા લાગ્યા હતા ભૂત થઈને નજરની આગળ
સારા માણસ તરીકે જિંદગી જીવવા માટે કરતા ગયા સાવધાન,
‘કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે’ એ જ છે સચ્ચાઈ જિંદગીની
કોરોનાના સંક્રમણ સામે સહુએ કરવા પડે છે ઘણા સમાધાન,
કોરોનાને લીધે તકલીફો તો ઘણી સહન કરવી પડી
પણ આ કોરોના આપી ગયો દિવ્યચક્ષુ, ધન્યવાદ ભગવાન,
એક જિંદગી હતી કોરોના પહેલાની, એક જિંદગી હવે રહેશે કોરોના પછીની
ફરક રહેશે બહુ, તોફાન બાદ, હવે સાફ છે મનનું આસમાન.
