STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Abstract Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Abstract Inspirational

ચાલ મળીયે કોઈ કારણ વિના

ચાલ મળીયે કોઈ કારણ વિના

1 min
267

ચાલ ને ખીલી જઈએ કોઈ મોસમ વિના,

ફૂલ બની મહેકી જઈએ કોઈ મોસમ વિના,


લગાવી ને ચહેરા પર મહોરું, કર્યો ઘણો શણગાર,

ચાલ ભીતર શણગારીએ કોઈ દર્પણ વિના,


મોહ માયાના પિંજરમાં કેદ આપણે

ચાલ ઊડીએ ગગનમાં કોઈ બંધન વિના,


ગાડી બંગલા મોટર ખરીદવા ઘણું જીવ્યા,

ચાલ થોડું જીવી લઈએ કોઈ કારણ વિના,


કર્યા કામ ખૂબ નામ કમાવવા

ચાલ થોડા કામ કરી લઈએ થોડા સ્વાર્થ વિના,


પારકા પોતાના ના ભેદ બહુ કર્યા,

ચાલ મળીયે હવે કોઈ સગપણ વિના.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract