STORYMIRROR

Prakruti Shah 'Preet'

Abstract Tragedy

4  

Prakruti Shah 'Preet'

Abstract Tragedy

થઈ ગયું

થઈ ગયું

1 min
304

યાદનું ઠેકાણું પડતર થઈ ગયું,

દિલનું સરનામું ય નવતર થઈ ગયું,


પારકા ને પોતીકાના ભેદથી,

મતલબી દુનિયાથી કળતર થઈ ગયું


આ વિરહની વેદના ભૂલાઈ ગઈ

આગમન તારું ય એક અવસર થઈ ગયું,


પ્રેમભીની રાતના સહવાસનું

સોણલું જાણે કે પગભર થઈ ગયું,

 

ભાવભીની લાગણીઓ મ્હોંરશે,

પ્રીતથી જીવન આ રસભર થઈ ગયું,


Rate this content
Log in

Similar gujarati poem from Abstract