STORYMIRROR

'Sagar' Ramolia

Abstract

3  

'Sagar' Ramolia

Abstract

અંતઃકરણને જો !

અંતઃકરણને જો !

1 min
376

ઘણું જોયું, ઘણું જાણ્યું, અંતઃકરણને જો !

શક્ય એટલું બધું તાણ્યું, અંતઃકરણને જો !


માંહ્યે ભેદ ખૂબ ભર્યા,

એનો લાગશે ભાર;

ઉલેચી નાખ સઘળું એ,

એમાં જીવન-સાર,

તો ખરું જીવન માણ્યું, અંતઃકરણને જો !

ઘણું જોયું, ઘણું જાણ્યું, અંતઃકરણને જો !


તિમિરનું પડળ ચડ્યું,

ઝાંખું ઝાંખું દેખાશે;

આત્માને અજવાળી દે તું,

દિવ્ય પ્રકાશ રેલાશે,

અંતઃકરણ પિછાણ્યું ! અંતઃકરણને જો !

ઘણું જોયું, ઘણું જાણ્યું, અંતઃકરણને જો !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract