કશ્મકશ
કશ્મકશ
અસ્તિત્વ મને જન્મથી જ મળે,
અંગ જ્યારે કોઈ વિશેષ મળે,
બીજી શું અસમાનતા હોઈ શકે ?
પુરુષને સહજ, મને શોધતા મળે,
છે મારાં જીવનમાં ઘણી કશ્મકશ,
છું સમાન એ, સાબિત કરવું પડે,
દોરી મને શક્તિના પ્રતિક સ્વરૂપે,
ઉંચા સિંહાસન પર બિરાજવું પડે,
પહોંચું જો શિખર પર સૌ પહેલાં,
પ્રયત્ન એનાં એવાં તળેટીમાં પડે,
અસ્તિત્વ મારું કેમ થાય નામશેષ ?
વિશ્વમાં મારું પણ કામ સવિશેષ.
