STORYMIRROR

Nirali Shah

Abstract Fantasy Others

3  

Nirali Shah

Abstract Fantasy Others

ગાંડો રાજા

ગાંડો રાજા

1 min
194

એક હતી અંધેર નગરી ને તેમાં હતો ગાંડો રાજા,

વાત કોઈની નાં સાંભળે, બસ વગાડે પોતાનાં વાજા,


નગરીમાં ફેલાયો રોગ ભયંકર,

અભણ લોકો કરાવે જંતર-મંતર,


આયો એવો ભયાનક વિષાણુ,

લોકો ભરાયા ઘરમાંં બંધ કરી બારણું,


લોકો બધાં રાખે નાક - મોંઢા નેે કપડાંથી ઢાંકી,

રાજા એવો ગાંડો, નાં ઢાંકે નાક- મોં ને કપડાંથી,


ભણેલા લોકો સમજાવે રાજાને,

ચેપ જો લાગશે તમને, તો શુંં કહેશો પ્રજાને,


ગાંડો અભિમાની રાજા માને નહીં કોઈનું,

જે શિખામણ આપે તેનું માથું કરાવે બોડું,


વિષાણુનો લાગ્યો ચેપ રાજાને,

મર્યો ભયંકર રોગથી રાજા, નેે હાશકારો થયો પ્રજાનેે !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract