STORYMIRROR

Arun Gondhali

Abstract

3  

Arun Gondhali

Abstract

ટેરવે સંબંધ બાંધ્યા

ટેરવે સંબંધ બાંધ્યા

1 min
155

ઝળક્યા શબ્દો

આર આઈ પી

ઓમ શાંતિ

લાગણીઓ

બે કે ત્રણ શબ્દોમાં.

જાણે ભૂતકાળના 'તાર' ને ટપ્યા ખરચો ટાળવા.


સ્મશાનમાં હાજરી પણ

મોબાઈલ સતત કામમાં.

વહેલું પતે તો અર્જન્ટ કામ પતાવતા જઈશું રાખી ધ્યાનમાં,


ભાવનાઓ બેભાન છે, દિલ દિમાગ બેકામના,

હવે આંગળીઓ જ સમજે, વાંચે, હેંગ થતાં મોબાઈલમાં,


દિલ ખાલી પણ મોબાઈલ ગુરુ છે સુવિચારોમાં,

દિમાગ ને તસ્દી નહીં આ આરામાં.


કદાચ ભવિષ્યમાં શોક સંદેશાને શ્રદ્ધાંજલિ દેવાશે આપોઆપ સમયની નજાકત ટાળવા. 

હવે પહેચાન રહેશે

ફક્ત 'ફેસ' માં.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract