ઝાકળની કવિતા
ઝાકળની કવિતા
ભલે થોડું જીવે, પણ જીવન એનું જાજરમાન
એની છટા થકી, ‘ઝાકળ’ને મળ્યું મોતીનું બહુમાન,
ઝાકળના સંગે તો, પાંદડા થયા બે પાંદડે
ભલે થોડા સમય માટે પણ પાંદડા થયા મસ્તાન,
ઝાકળમાં ઘેલ કરતો સૂરજ ઝાકળને બનાવે રંગીન
આ જ સૂરજનો તાપ લઈ જાય, ઝાકળની જાન,
આંખોરૂપી પુષ્પ પર, આંસુરૂપી ઝાકળની ઝાકમજોર
જિંદગીના કેટકેટલાયે જખ્મોનું છે એમાં અનુસંધાન,
ઘણીવાર, કાગળરૂપી પાંદડા પર ઝાકળ જેમ સરકતા શબ્દો
ઓઝલ થતા થતા કરાવે, કાવ્યનું રસપાન.
