આધાર
આધાર
તું છે આધાર વિશ્વાસ સમાજનો
રે અડીખમ ઊભો થઈ શ્વાસ જગતનો,
તારી પાસે લાચાર માણસ બિચારો
રોગે ખરડાયેલો લાચાર બિચારો,
વિશ્વાસ તેના શ્વાસનો તારા મહીં
હીન ઊણો ન ઉતર તું,
માણસાઈ લાગે શ્વાસ નઠારો
તારી ભલાઈ સંસાર સજાવે,
લુચ્ચાઈ લાલચ ઘર ઉજાળે
તારી ભલાઈ સમાજ જીવાળે,
તકવાદી પણુ સામાજીક્તા બગાડે
યાદ રહે તું આધાર માનવતાનો,
જીવન રક્ષક બની રહેજે
ડૉક્ટર છે તું માનવતાનો.