Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya

Abstract Romance

3  

Meenaz Vasaya

Abstract Romance

કાચ મટી કંચન બની ગઈ

કાચ મટી કંચન બની ગઈ

1 min
227

કેવો જાદુઈ સ્પર્શ છે ! આ વરસાદી બુંદોનો,

વિધવાના મુંડન જેવી ધરતી જો ને દુલ્હન બની ગઈ,

કેવો જાદુ છે ! આ સોનેરી સૂરજની કિરણોમાં,

એને જોતાં જ જો ને આ અંધારું પણ સંતાઈ ગયું,

કેવો જાદુ છે ! આ નૃત્યાંગના જેવી, અલબેલી હવાઓમાં,

ફૂલ ને સ્પર્શતાં જ, જો ને, આ વાતાવરણ મહેકી ઉઠ્યું,

આ કેવો જાદુ છે ! રીમઝીમ વરસતી, આકાશી બુંદોમાં,

છીપના મોમાં પડતા જ, જોને, એ અમૂલ્ય મોતી બની ગયું,

આ કેવો જાદુ છે ! આ સમંદરની લહેરોમાં,

એને જોતાં જ જો ને આ સરિતા સાગરની બાહોમાં સમાઈ જાય,

આ કેવો જાદુ છે ! આ વસંતના આગમનમાં,

જો ને ધરતીની, આખી સુરત જ બદલાઈ જાય,

આ કેવો જાદુ છે ! તારી નજરમાં,

હતી હું કાચ, જો ને હું કંચન બની ગઈ.

Rate this content
Log in

Similar gujarati poem from Abstract