કામધેનુ
કામધેનુ
પૃથ્વી પર કામધેનુ
આદિ કાળથી ગાય,
તેત્રીસ કરોડ દેવતાનો વાસ
માતા માનો છો તો સાચવો,
તમારી પૂરી કરે છે સઘળી આશ
માનસ અતિ સ્વાર્થી,
દોહી મૂકે તગડી રજળતી
ના ભૂલ માનવ જાત,
આ પ્રસાદ દેવ તણો
દુભાવશો તરછોડશે,
છોડી જશે જાત
જશે નિજ ધામ
લઈ દિવ્ય યાન.
