હું છું શિક્ષક
હું છું શિક્ષક
હું છું રંગીલો શિક્ષક મને ગમે બાળકોને રંગવું
હું છું મોજીલો માસ્ટર મને ગમે બાળકોને મળવું,
હું છું સમજનો સાહેબ મને ગમે બાળકોને સમજાવવું
હું છું શબ્દનો સરકાર મને ગમે બાળકોને શીખવાડવું,
હું છું કળાનો કારીગર મને ગમે બાળકોને કંડારવું
હું છું સંસ્કારનો સાગર મને ગમે સંસ્કૃતિને સાચવવી,
હું છું પ્રેમનો પાયો મને ગમે પ્રેમાળને પામવું
હું છું મનનો માલિક મને ગમે માહોલને મ્હેકાવવું.
