હે, સરદાર
હે, સરદાર
હે, સરદાર, તારણહાર,
ભારતના ભાગ્ય વિધાતા,
અવગુણોની દૂર હડસેલી
ગુણોનું અમૃત પાતા.
ડરેલાનો ડર ભાગે,
એવી વાતો કહી જાતા,
હિંમત ને મનોબળ
તમે ગળથૂથીમાં પાતા.
લોકો તમારા રાહે ચાલી
શૌર્યનાં ગીતો ગાતાં,
દેશ માટે આગળ વધી
દેશભક્તિમાં ન્હાતાં.
અડગ નિર્ણય લેવામાં
તમે જરાયે ન ખચકાતા,
મુશ્કેલ પરિસ્થિતિમાંયે,
વિચલિત કદી’ ન થાતા.
દુનિયાને દુનિયાદારીના
રસ્તે લઈ મલકાતા,
એવાં એવાં અનેક કામ
કરવામાં મશગૂલ થાતા.
