STORYMIRROR

Bharat Thacker

Abstract

3  

Bharat Thacker

Abstract

એ હાલો મેળે

એ હાલો મેળે

1 min
298

મેળાનો અનોખો છે, ઉત્સવ, મહિમા મેળાનો અનુપમ છે,

મેળો, એકધારી જિંદગીને આરામ આપવાનો ક્રમ છે,

 

આપણો દેશ છે, મેળા અને ઉત્સવોથી છલકાતો દેશ

ધાર્મિક મહત્વની સાથે, બિનસાંપ્રદાયિકતાનો મલકાતો અભિગમ છે,

 

મેળામાં મેળાવળો જામે બાળક, જવાનિયાઓ અને વૃદ્ધોને

જિંદગીની દરેક અવસ્થાઓનો, મેળો અનેરો સંગમ છે,

 

લોકજીવનનો ઉમંગ, ઉત્સાહ અને લોક સંસ્કૃતિની લહેરાય છે, લહેરો

મેળાની મજા છે, અનેરી, મેળો જાણે કે અલૌકિક ઇલમ છે,

 

મેળામાં ઝલકતી હોય છે, આપણી સાંસ્કૃતિક એકતા

આપણી સહજ સંસ્કૃતિનું જતન, મેળા થકી સુગમ છે,

 

મેળામાં મસ્ત માનવ મહેરામણ મહાલતો હોય છે, મોજથી

ગમ થઈ જાય છે ગુમ, મેળામાં ખુશીઓ ચારેગમ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract