ખુદાને પણ મનાવી લઉં
ખુદાને પણ મનાવી લઉં
સઘળી સ્વાર્થ નજરોથી તને બચાવી લઉં,
મારું સ્મિત તારા મુખે હું સજાવી દઉં,
ચાહત રાખું છું મારા હૈયે એટલી તારા માટે,
કે તારા સઘળા દુઃખોને હું અપનાવી લઉં,
હવા સ્પર્શે તને તો પણ મારું હૈયું જલે છે,
હૈયું તો ચાહે કે દિલના ખૂણે તને છુપાવી લઉં,
સંપૂર્ણ જીવન જીવવું છે મારે તમારી સાથે,
ચાલ એક નવી દુનિયા હું વસાવી લઉં,
ચાહું છું દુનિયાનું તમામ સુખ આપવા તને,
ચાલ એ માટે ઈશ્વરને પણ હું મનાવી લઉં,
મારા સિવાય તારા હૈયે કોઈ ના વસી શકે,
એટલે તારા હૈયે મારું ઘર હું બનાવી લઉં.

